બિલિપત્ર અને મધના પ્રયોગ થકી ભાગ્ય પરિવર્તન શક્ય બન્યું
આજના અત્યાધુનિક જમાનામાં વ્યક્તિ ભૌતિકવાદ તરફ ખૂબ જ વળેલી છે જે કોઈ વસ્તુની ઇચ્છા હોય એ તુરંત જ પ્રાપ્ત કરી લે છે પરંતુ આ બધી વસ્તુ જો નસીબ સાથ આપે તો જ શક્ય બને છે મેં એવા ઘણા લોકોને જોયા છે કે જેઓ બધા જ પ્રકારના મંત્ર તંત્ર ના પ્રયોગ બાધા-આખડી કે નંગ ધારણ કરીને થાક્યા હોય પરંતુ કંઈ જ પરિણામ ન મળ્યું હોય તો એવા સમયે મનમાં પ્રશ્ન થાય કે આટલું કરવા છતાં પણ જો પરિણામ ન મળતું હોય તો શું કરવું આવા સમયે એક નાનકડો પ્રયોગ અચૂક પરિણામ આપવા સમર્થ છે જે કરવાથી નસીબ આડેનું પાંદડું ખસી જાય છે અને જીવનમાં ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે પ્રયોગ આ પ્રમાણે છે એક બીલીપત્ર લેવું તેના ત્રણેય પાન પર કંકુથી નામ લખવું ત્યારબાદ તેને એક ડબ્બામાં મૂકી દેવું અને તેના પર મધની ધાર કરવી પાંદડું ડુબે એટલું જ ડબ્બામાં લેવું તેને કોઈપણ એક સ્થાને મૂકી દેવું ૧૧ દિવસ સુધી રોજ દીવો અને અગરબત્તી નો ધૂપ આપવો શક્ય હોય તો ડબ્બાને પાણી ભરેલી થાળી માં મુકવો જેથી કીડીઓની હેરાનગતિ ન રહે આમ સતત કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના આ પ્રયોગ કરવાથી ભાગ્ય પરિવર્તન થવાની પૂરી શક્યતા રહે છે આમ તો આ પ્રયોગ ઘણાં લોકો પાસે કરાવ્યો છે અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ છે પરંતુ મારા એક ડોક્ટર મિત્ર નો કિસ્સો રસપ્રદ લાગ્યો હોવાથી અહીં જણાવી રહ્યો છું મારા એક ડોક્ટર મિત્ર જીવનમાં ખૂબ જ તકલીફ માં રહેતા પહેલા તો પ્રેક્ટિસ બરોબર નહોતી ચાલતી જેથી આર્થિક સંકળામણ સાથે-સાથે છોકરાઓના ભણતરનો પ્રશ્ન તેમજ માતા-પિતા ઉંમરલાયક હોવાના કારણે તેમના આરોગ્યનો પ્રશ્ન એક સાંધો અને તેર તૂટે તેવી સ્થિતિ હતી ખૂબ જ હોંશિયાર વ્યક્તિત્વ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક થી તકલીફો આવ્યા જ કરતી હતી જ્યોતિષ માં શ્રદ્ધા હોવાના કારણે બધા જ નંગ નો અનુભવ કરી ચૂક્યા હતા મંત્ર તંત્રમાં પણ શ્રદ્ધા હોવાના કારણે ઘણા પ્રયોગ કરી ચૂક્યા હતા પરંતુ સફળતા મળતી ન હતી અને એક એવો સમય આવ્યો કે જ્યારે તેમને આ બધામાંથી શ્રદ્ધા ઊઠી ગઈ અને કંઈ પણ ન કરવાનું નક્કી કરીને જીવન જેમ આગળ વધે એમ વધારવાનું નક્કી કર્યું પરંતુ તેમ કરવાથી પણ કંઈ જ પરિવર્તન આવ્યું ન હતું મારે તેમને મળવાનું થતાં જ ઉપર જણાવેલો પ્રયોગ કરવાનું કહેતા શરૂઆતમાં આનાકાની કરી પરંતુ મારો આગ્રહ હતો આમાં ગુમાવવાનું કંઈ જ નથી કોઈ વસ્તુ નસીબથી વધારે પ્રાપ્ત થવાની નથી કે રાતોરાત કોઈ પરીવર્તન આવવાનું નથી અંધશ્રદ્ધા ચમત્કાર કે વ્યક્તિ પૂજામાં પણ પડવાનું નથી બીજો આ પ્રયોગ કોઈની પાસે કરાવવાનો નથી રોજની માત્ર 10 મિનિટ કાઢવાથી જીવનમાં જો પરિવર્તન આવતું હોય તો પ્રયોગ શા માટે ન કરવો પ્રયોગ કરે માત્ર ત્રણ જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં એક મિત્ર કાયમ માટે વિદેશ જતા હોવાથી તેમની સારા એરિયામાં રહેલી દુકાન આમને આપતા ગયા સારા એરિયામાં ડિસ્પેન્સરી ચાલુ કરતાં આવકમાં ઘણો ફરક પડ્યો સંતાનો ને પોતાના અભ્યાસમાં દિશા મળવા લાગી તેમજ પિતાની એક પૈતૃક જમીન વેચાતાં ઘરમાં આર્થિક શાંતિનો માહોલ થવા પામ્યો મારા મત મુજબ તેમના ભાગ્યમાં બધું હોવા છતાં માત્ર એક પ્રયોગથી તેવું દૂર હતા અને હા એક ખાસ વાત જણાવવાની કે અગિયાર દિવસ પૂર્ણ થયા બાદ આ બીલીપત્રના પાને તેમજ મધને બીલીપત્રના વૃક્ષની પાસે અથવા મંદિરમાં પધરાવી દેવું પ્રયોગ ખૂબ અચુક છે અને અવશ્ય પરિણામ આપે છે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ મહત્વના છે.

Nice information sirji.jay shree krishna 🙏
ReplyDelete